શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ - જામનગર ની સ્થાપના સદ્દ-વિચારો થી જનકલ્યાણ કરવાની છે.

૦૧. ભારતીય સંસ્કૃતિથી યુવાન પેઢીને અવગત કરવી. તેમાં સંસ્કારો નું સિંચન કરવું.

૦૨. ધર્મજ્ઞાન, ઉચ્ચ શિક્ષણ દ્વારા લોકોની શક્તિઓને જનકલ્યાણ તરફ કામ કરવાની પ્રેરણા આપવી.

૦૩. નબળા વર્ગના બાળકોને જ્ઞાન અને શિક્ષણ થી સમૃદ્ધ કરવા, તથા સામાજિક ફરજ થી જ્ઞાન, ધર્મ, સંસ્કાર નું સ્થાપન કરવાનું છે.

૦૪. બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય, શૂદ્ર બ્રહ્માજી ના ચારેય સંતાન હોય તેમાં નાત-જાત, જ્ઞાતિ ભેદભાવ મિટાવવા પ્રેમ અને લાગણી ને ભાઈચારા નું વાતાવરણ બનાવવા કાર્ય કરવું.

૦૫. શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સાથે સંસ્કારો નું આવનારી ભવિષ્ય પેઢીને સંસ્કારમય બનાવવા સેવા મંડળોએ, સેવા સંકુલોની રચના કરવી.

૦૬. ભારતીય સંસ્કૃતિને સદ્દા લોકોના હૃદયમાં જાગૃત રાખવા કાર્યક્રમો કરવામાં આવશે.

૦૭. બ્રાહ્મણો ના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શિક્ષણ, આધ્યાત્મિકતા, ઉચ્ચ શિક્ષણ થી રાષ્ટ્રપ્રેમી બનાવવા લોક કલ્યાણના કામો માં સહભાગી કરવા.

૦૮. હિન્દુ ધર્મના પૌરાણિક ઇતિહાસને હિન્દુ સંસ્કૃતિ પ્રેમ, દયા, સદ્દભાવના સાથે ઋષિ પરંપરા થી જનકલ્યાણ કરવા લોકો ને ઉત્સાહિત કરવાના કાર્ય કરવા.

૦૯. જીવદયા ઈશ્વરે આપણને આપેલી અમુલ્ય ભેટ તથા પ્રાકૃતિક સંપદાનું રક્ષણ કરવું, લોકો માટે દયા, પ્રેમ, લાગણીથી ચાલતા સેવા યજ્ઞ ચલાવવા.

ઉપર મુજબના ઉદ્દેશ્યને સર્વ જન ભાગીદારી થી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

શ્રી હર્ષદભાઈ જી. વ્યાસ
પ્રમુખશ્રી,
શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જામનગર