સંકલ્પ પત્ર ફોર્મ

કોટી અતિરુદ્ર મહાયજ્ઞ તા.૧૯-૦૨-૨૦૨૬ થી ૨૭-૦૨-૨૦૨૬ નવ દિવસ નવકુંડી મહાયજ્ઞમાં નિઃશુલ્ક જોડાવા ઈચ્છતા બ્રાહ્મણો માટે તથા ધર્મપ્રેમી હિન્દુઓ માટે

મહાયજ્ઞ કાર્યક્રમમાં ફરજિયાત પાલન કરવાના નિયમો

  • યજ્ઞશાળામાં પુરુષોએ ધોતીયું પહેરવાનું રહેશે. યજ્ઞશાળામાં સ્ત્રીઓએ સાડી પહેરીને પ્રવેશ કરવાનો રહેશે.
  • દરેક દંપતિ યજમાને પૂજન માટે ગણપતિજીની મૂર્તિ, શિવલિંગ થાળાવાળી તથા પોતાના કુળદેવીની મૂર્તિ સાથે લાવવાની રહેશે.
  • યજ્ઞસ્થળે જવા માટે બ્રાહ્મણોને રેલ્વેના સ્લીપર કોચનું ભાડું આપવામાં આવશે (જે બ્રાહ્મણ પરિવારની માસિક આવક રૂ. ૨૦,૦૦૦થી ઓછી હશે તેમને જ આ લાભ મળશે).
  • જે કોઈપણ જ્યોતિર્લિંગમાં રહેવા માટે ધર્મશાળામાં સામૂહિક સગવડ કરી આપવામાં આવશે.
  • જે કોઈપણ જ્યોતિર્લિંગમાં કોઈપણ વ્યક્તિ અલગ રૂમ રાખીને રહેશે, તેમને પોતે ભાડું ચૂકવવાનું રહેશે.
  • આવનાર યજમાન સ્વખર્ચે આવશો કે બ્રહ્મસમાજના ખર્ચે આવશો તેનો પ્રતિઉત્તર હા / ના માં ફોર્મમાં આપશો જ.
  • જે કોઈપણ જ્યોતિર્લિંગે આવનાર દરેક વ્યક્તિએ પોતાની જાતે શાંતિ રાખવાની રહેશે અને એકબીજા સાથે વાણી તથા વર્તન સારું રાખવાનું રહેશે.
  • આ કાર્યક્રમમાં આવનાર બ્રાહ્મણોએ નવ દિવસ યજ્ઞમાં પૂર્ણ હાજરી આપવાની રહેશે, તેમને જ આવવા-જવાનો ખર્ચ આપવામાં આવશે. (નવ દિવસ ફૂલટાઇમ હાજરી આપવાની રહેશે, તેમને જ બ્રહ્મસમાજ દ્વારા આપવામાં આવતી સુવિધાનો લાભ આપવામાં આવશે.)
  • દરેક જ્યોતિર્લિંગમાં ૨૬ દંપતિનો જ સમાવેશ હોવાને કારણે, તમે કયા જ્યોતિર્લિંગમાં જોડાવા ઇચ્છો છો તે જણાવશો. (૨૬ દંપતિ તેમજ વિધુર–વિધવા, કન્યા તથા સિંગલ યજમાનપદે પણ જોડાઈ શકશે.)
  • તમે જે જ્યોતિર્લિંગમાં આવવાની અપેક્ષા દર્શાવી હશે, પરંતુ તે જ્યોતિર્લિંગમાં જો સંખ્યા પૂર્ણ થઈ ગઈ હશે તો તે જ્યોતિર્લિંગમાં આપનો સમાવેશ શક્ય નહીં હોય. જો કોઈ અન્ય જ્યોતિર્લિંગમાં શક્ય હશે તો આપનો સમાવેશ કરવામાં આવશે.
  • જેમાં વહેલા તે પહેલા ના ધોરણે જ ગોઠવવામાં આવશે.
  • આવનાર વ્યક્તિ (યજમાન / કર્મકાંડી બ્રાહ્મણો) એ આધાર કાર્ડની આગળ તથા પાછળની ઝેરોક્સ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા ચોંટાડીને ફોર્મ પોસ્ટમાં સબમિટ (રવાના) કરવું જરૂરી છે.