“સર્વે શિવ ભક્તોને આ પોસ્ટ ખાસ પૂરી વાંચવી, સર્વે શિવભક્તોના કલ્યાણનું કાર્ય છે.” ૧૨ જ્યોર્તિલિંગ કોટી અતિરુદ્ર મહાયજ્ઞમાં ૧૨ ગ્રુપ બનાવી, જેમાં ૨૬ દંપતિ (પતિ-પત્ની) (૫૨), તથા ૨૬ સિંગલ શિવભક્ત બ્રાહ્મણ ભાઈઓ તથા બહનો યજમાન પદે રહેશે. ૧૫ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણ ૦૧ ગ્રુપમાં એક જ્યોર્તિલિંગમાં રહેશે. એજ રીતે ૧૨ જ્યોર્તિલિંગમાં ૨૬ દંપતિઓ X ૧૨ જ્યોર્તિલિંગ = ૩૧૨ (૬૨૪ પતિ-પત્ની) દંપતિઓ ભાગ લેશે. તથા સિંગલ બ્રાહ્મણ ભાઈઓ / બેહનો ૨૬ X ૧૨ = ૩૧૨, ભાઈઓ / બેહનો ભાગ લેશે. અને એજ રીતે ૧૫ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણોનું એક ગ્રુપ એટલે કે ૧૫ X ૧૨ જ્યોર્તિલિંગ = ૧૮૦ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણો ભાગ લેશે. એટલે કે ૧૨ જ્યોર્તિલિંગના કૂલ ૧,૧૧૬ બ્રાહ્મણના ભાઈઓ / બેહનો ભાગ લેશે. એટલે કે આ રીતે ૧૨ X ૯ = ૧૦૮ કૂંડી કોટી અતિરુદ્ર મહાયજ્ઞ ૧૨ જ્યોર્તિલિંગ યજ્ઞમાળાનું આયોજન કરેલ છે.
સૂચના: આ ત્રણ અતિરુદ્રનું આયોજન હતું, જેમાં શિવભક્તો બ્રાહ્મણોની સંખ્યા વધતાં હવે ૧૧ અતિરુદ્ર મહાયજ્ઞ થશે, એટલે કે એક કોટી અતિમહારુદ્રયજ્ઞ સંપન્ન થશે. જેમાં જે કોઈ યજમાનપદે બ્રાહ્મણો ભાગ લેશે જેમની માસિક આવક રૂ. ૨૦,૦૦૦ થી ઓછી હશે, તેવા ભૂદેવ યજમાનોને જ આવવા-જવાનું ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડુ ચૂકવવામાં આવશે. બાકીના સક્ષમ ભૂદેવ યજમાનોને આવવા-જવાનું ભાડા ખર્ચ પોતેજ ભોગવવાનો રહેશે. અને બધાજ શિવભક્તોને સમૂહમાં રેહવાનો ખર્ચ, જમવાનો ખર્ચ, યજ્ઞ-સામગ્રીનો ખર્ચ, સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. અને સક્ષમ બ્રાહ્મણો, અને સનાતની હિન્દુઓ સ્વેછિક ફાળો આપવા માંગતા હોય તો સ્વીકારવામાં આવશે. સર્વે બ્રાહ્મણો તથા સનાતની હિન્દુઓ એ ખાસ નોંધ લેવા વિનંતી.
આ યજ્ઞની સમજ અને રૂપરેખા નીચે મુજબ છે.
૧૨ જ્યોર્તિલિંગ ૧૦૮ કૂંડી કોટી અતિમહારુદ્રયજ્ઞની રૂપ-રેખા સર્વને પ્રણામ સાથ આ યજ્ઞની રૂપ-રેખા ને સમજવા માટે મે વિદ્વાન આચાર્યો પાસે સમજેલી મારી સમજણ મુજબ વ્યક્ત કરું છું. આ યજ્ઞમાં રુદ્રષ્ઠાઅધ્યાયી ના ૫ અધ્યાયમાં રુદ્રશુક્તના ૧૬૧ મંત્રો ૧૧ બ્રાહ્મણો દ્વારા ૧૧ વખત મંત્રનો હોમ થાય ત્યારે ૧ લઘુરુદ્ર ગણાય, ૧૨૧ રુદ્રશુક્ત અને મંત્ર ૧૯,૪૮૧ નો હોમ થાય ત્યારે ૧ લઘુરુદ્ર યજ્ઞ થાય એટલે કે આવા ૧૧ લઘુરુદ્ર યજ્ઞ જેના રુદ્રશુક્ત ૧,૩૩૧ રુદ્રીના (રુદ્રશુક્તમાં) ના પાઠ અને ૨,૧૪,૨૯૧ નો મંત્ર દ્વારા હોમ થાય એ ૧ મહારુદ્રયજ્ઞ ગણાય અને આવા ૧૧ મહારુદ્રયજ્ઞ એટલે કે ૧૪,૬૪૧ (રુદ્રશુક્તમાં) ના પાઠ થાય જેના મંત્ર ૨૩,૫૭,૨૦૧ મંત્રનો હોમ થાય ત્યારે એક અતિરુદ્રયજ્ઞ ગણાય. એટલે કે ૧૨૧ લઘુરુદ્ર યજ્ઞ પૂર્ણ થાય ત્યારે એક અતિ લઘુરુદ્ર ગણાય. આવી જ રીતે કોટી અતિરુદ્ર મહાયજ્ઞ ૧૧ અતિમહારુદ્ર પૂર્ણ થાય એટલે એક કોટી અતિમહારુદ્ર ગણાય. જેના લઘુરુદ્ર ૧,૩૩૧ પૂર્ણ થાય એટલે એક કોટી અતિમહારુદ્ર ગણાય. એટલે કે ૧,૬૧,૦૫૧ રુદ્રશુક્ત પાઠના મંત્રો ૨,૫૯,૨૯,૨૧૧ મંત્રોનો હોમ પૂર્ણ થાય ત્યારે એક કોટી રુદ્ર પૂર્ણ ગણાય. આ અતિરુદ્રયજ્ઞ ઉપર કોઈ મોટો યજ્ઞ શાસ્ત્રોમાં બતાવેલ નથી. જ્ઞાની ભક્તોએ મહાદેવની ભક્તિ અનંત કહી છે.
એક અતિરુદ્રયજ્ઞથી જેટલા વધુ અતિરુદ્રયજ્ઞ કરવામાં આવે તો ભક્તિ ભાવની ભાષામાં અતિમહારુદ્ર કહેવાય આવા ભરતવર્ષના ૧૨ દરેક જ્યોર્તિલિંગમાં ૧ નવ (૯) કૂંડી યજ્ઞશાળા અને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચોથુંવર્ણ (સેવકવર્ણ) સમસ્ત સનાતન હિન્દુના ગૌત્ર ઋષિ કૂલ ૧૦૮ છે અને સપ્તઋષિ ૭ છે કૂલ ૧૧૫ ગૌત્ર ઋષિની યજ્ઞશાળા સાથે ઋષિ સંસદ બનાવી ઋષિગણના આચાર્યપદે સમસ્ત બ્રાહ્મણ તથા સમસ્ત સનાતની હિન્દુઓ યજમાનપદે બેસી બારેય જ્યોર્તિલિંગના બ્રાહ્મણો એક સાથે હોમ કરાવશે એટલે કે (૧૨ X ૯ = ૧૦૮) યજ્ઞમાળા કુંડોમાં બ્રાહ્મણો અને યજમાનો સાથે હોમ કરશે. આ યજ્ઞ તારીખ ૦૮-૦૨-૨૦૨૬ થી ૧૬-૦૨-૨૦૨૬ નવ (૯) દિવસ સવારના ૯:૦૦ વાગ્યા થી ૧:૦૦ અને બપોરે ૩:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી હોમ કરવામાં આવશે. સમસ્ત હિન્દુઓના કલ્યાણ માટે હિન્દુસ્તાન વિશ્વની મહાસત્તા પ્રાપ્તિ માટે અને બ્રાહ્મણોના કલ્યાણ માટે આ શુભ સંકલ્પ લઈ કોટી અતિમહારુદ્રયજ્ઞનું સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયાનું ભારતવર્ષના કલ્યાણ માટેનું આયોજન છે. આવા અતિમહારુદ્રયજ્ઞના પુણ્યથી મહર્ષિ કશ્યપ ઋષિના પુત્રએ દેવતામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇન્દ્રજી, સૂર્યનારાયણજી એ મહાદેવ પાસેથી દેવતાઓનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અનેક ઋષિ સંતાનો એ ૯ ગ્રહમંડળ દેવતા અને ૨૭ નક્ષત્ર-મંડળ દેવતાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને બ્રહ્મષી ઋષિઓએ દેવતાઓનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહારાજ દશરથે અતિમહારુદ્રયજ્ઞ કરી ૪ દેવતાને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. આવા મહાયજ્ઞ સત્તયુગ, ત્રેતાયુગ તથા દ્વાપરયુગમાં ઋષિઓ દ્વારા કરવામાં આવતા સનાતન હિન્દુ જનકલ્યાણની કામનાથી અતિમહારુદ્રયજ્ઞ કર્યા.
કળયુગ આવ્યા પછી ઘણા એ અતિમહારુદ્રયજ્ઞ કર્યા છે પરંતુ, કોટી અતિમહારુદ્રયજ્ઞ અમારી જાણ મુજબ ૧૨ જ્યોર્તિલિંગને એક સાથે જોડીને કોટી અતિમહારુદ્રયજ્ઞ થયો નથી. દેવાધિ-દેવ મહાદેવની કૃપાથી સમસ્ત બ્રાહ્મણોના સહયોગથી આ વિરાટ યજ્ઞ થવા જઈ રહ્યો છે. તો આ યજ્ઞમાં જોડાવા માટે સર્વે શિવ ભક્તોને અમે નિમંત્રણ પાઠવીએ છીએ. શિવભક્ત કર્મકાંડી બ્રાહ્મણ જોડાવા ઈચ્છે તેને ૯ (નવ) દિવસની રૂ। ૯૦૦૦ (નવ હજાર રૂપિયા) દક્ષિણા આપવામાં આવશે. આવવા-જવાનો ખર્ચ ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. અને કર્મકાંડી બ્રાહ્મણો તેની ધર્મ પત્નીને સાથે લઈને આવશે તો તેનો આવવા-જવાનો ખર્ચ ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. સર્વે સનાતન હિન્દુ શિવભક્તોને નિમંત્રણ આપવામાં આવે છે કે યજ્ઞમાં જોડાવા માટે દરેક જ્યોર્તિલિંગમાં આવવા-જવા તથા રહેવાનો ખર્ચ તે લોકો એ જાતે ભોગવવાનો રહેશે. અને યજ્ઞમાં સામિલ થવાની તથા જમવાની વ્યવસ્થા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયા કરશે. અને શિવભક્ત બ્રાહ્મણ દંપતી જો કર્મકાંડી ન હોઈ અને આ યજ્ઞમાં સામિલ થવા ઈચ્છતા હોય તો કોઇપણ જ્યોર્તિલિંગમાં આવવા-જવાનું, રહેવા-જમવાની વ્યવસ્થા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે.
લી.
હર્ષદભાઈ જી. વ્યાસ ના મહાદેવ હર...