સર્વે ધર્મપ્રેમી.. હિન્દુ સમુદાયને દશાંશ યજ્ઞ વિષે અગત્યની જાણકારી અને મહત્વ:-

આપણા સનાતન હિન્દુ ધર્મમાં જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવે ચાર વર્ણનું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ના નામે બ્રહ્મા ના ચાર સંતાનો એ જ્યારે ત્રિદેવ ને પ્રાર્થના કરી અમારા જીવનનો ઉદ્દેશ્ય શુ? ત્યારે ત્રિદેવે મનુષ્યએ કરેલા સત્કર્મો નું પુણ્ય જપ-તપ આ સૃષ્ટિના સર્વે જીવો તથા જનકલ્યાણ માટે ૧૦% દેવતાઓ ને અર્પિત કરવું, પોતાની આજીવિકામાંથી કમાયેલા ધનના ૧૦% રાજકોષ માં જનકલ્યાણ માટે અર્પિત કરવું આ અર્પણને આપણા ધર્મમાં દશાંશ હોમ તરીકે સમર્પણ કહ્યું છે. બાકી બચેલ પુણ્ય થી દરેક જીવનો ભાગ્ય બનશે અને દશાંશ ધન અર્પિત કરતા બચેલ ધન પોતાના જીવન નિર્વાહ કરતા બચે તો જનકલ્યાણ માં તેનો સદુપયોગ કરવો તેને પણ દશાંશ કર્મ કહ્યું છે આ દશાંશ કાર્ય થી દરેક જીવ પોતાનું ભાગ્ય બનાવી આ સંસારમાં જન્મ લઈ જીવન જીવે છે સંપૂર્ણ કર્મ ઈશ્વર ને સમર્પિત કરી દેનાર પોતાનું જીવન સૃષ્ટિ તથા જનકલ્યાણ માં અર્પિત કરનાર પોતાના ભાગ્ય માટે કશુ રાખતા માંથી તે જીવ મુક્તિ પ્રાપ્ત કરી મૃત્યુ જન્મ ના ફેરા માંથી મુક્ત થાય છે. તેને જીવનનું અંતિમ દશાંશ કહેવાય આ કાર્ય માં આપણે યથાશક્તિ દશાંશ પુણ્યનું દાન કરી આ સૃષ્ટિ ના સર્વે જીવો ને જનકલ્યાણ કરીએ આઓ સર્વે સાથે મળી સનાતન ધર્મની જય કરીએ.