સર્વે ભાઈઓ તથા બહેનોને મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ...

પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની શ્રીમદ્દ ભાગવત કથા નું સર્વે હિન્દુઓ ના કલ્યાણ અર્થે શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જામનગર તથા સમસ્ત બ્રાહ્મણ સમાજ સંગઠન, ઇન્ડિયા દ્વારા શ્રી સાંદિપની આશ્રમ ના સહયોગ થી નિઃશુલ્ક સર્વ હિન્દુ પરિવારના કલ્યાણ અર્થે સર્વે પિતૃઓને તૃપ્ત કરવાની આસ્થા સાથે આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવાનો કારણ ઘણા હિન્દુઓ દ્વારા રજુઆત આવતા ચોખવટ કરવાની જરૂર પડી છે. સર્વ આગેવાન અમારા ગ્રુપ ના બ્રાહ્મણોએ આયોજન કરતી વખતે બ્રહ્માજી એ સર્વે હિન્દુઓ ની પ્રાગટ્ય ને ધ્યાનમાં રાખી આ નિર્ણય કર્યો છે આપણા સર્વે હિન્દુ સમાજ ને પ્રાગટ્ય કથા મારા જ્ઞાન મુજબ પ્રસ્તુત કરૂ છું.

બ્રહ્માજી એ આ સૃષ્ટિમાં પ્રથમ બ્રાહ્મણો ને પ્રાગટ્ય કર્યા, ત્યારે બ્રાહ્મણો ઋષિ સ્વરૂપે જીવન શરૂ કર્યું. કઠોર તપસ્યા ઈશ્વર સાધના થી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવએ બ્રહ્માંડ માં દેવતા સ્વરૂપે સ્થાન આપ્યું. કશ્યપ ઋષિના પુત્ર શ્રીસૂર્યનારાયણ દેવ, ઇન્દ્રદેવ, પૌત્ર ધર્મરાજ(યમરાજ), શનિદેવ. અત્રિઋષિ ના પુત્ર ચંદ્રદેવ, બ્રાહ્મણો માંથી ગુરૂ બ્રહસ્પતિ, ગુરૂ શુક્રાચાર્યજી, કશ્યપ ઋષિના અશુર પૌત્ર રાહુદેવ, કેતુદેવ, બ્રહ્માપુત્ર અગ્નિદેવ, વાયુદેવ, વગેરે... બ્રાહ્મણો ને નક્ષત્રદેવ તથા ગ્રહદેવતા જેવા દેવતા સ્વરૂપે સ્થાપિત કર્યા અને ધરતી પર રહેનાર બ્રાહ્મણોને, ઋષિઓ ને ભુદેવ સ્વરૂપે સ્થાપિત કર્યા, ત્યારે કશ્યપ ઋષિના શ્રાપ થી તેમના પત્નીના ગર્ભથી બ્રાહ્મણ કુળમાં અશુરોનો જન્મ થયો. અશુરો કઠોળ તપસ્વી હોવાથી અનેક વરદાનો પ્રાપ્ત કરી શક્યા વરદાનો થી મળેલ શક્તિનો બીજા બ્રાહ્મણોને ધર્મ તપ થી તપસ્યા કરવાથી રોકવામાં આવ્યા. બ્રાહ્મણો પણ શક્તિશાળી હોવાથી થોડો સમય તેમનો સામનો કર્યો પરંતુ ધ્યાન તપ ન કરી શકવાના દુઃખથી પરમ પિતાશ્રી બ્રહ્માજી પાસે સર્વે દેવતાઓ, બ્રાહ્મણોએ પ્રાર્થના કરી કે અમારા કુળના અશુરો થી અમારૂ રક્ષણ કરો. બ્રહ્માજી ભગવાન વિષ્ણુ ને સાથે લઈ શિવજી પાસે સમસ્યા ના નિવારણ માટે પ્રાર્થના કરી ત્યારે શિવજીએ બ્રહ્માજી ને આજ્ઞા કરી કે સંસાર નો આપ વિકાસ કરો ત્યારે બ્રહ્માજી એ ક્ષત્રિયોનું પ્રાગટ્ય કર્યું, ત્યારબાદ વૈશય પ્રાગટ્ય કર્યું, ત્યારબાદ શુદ્રનું પ્રાગટ્ય કર્યું આ રીતે આ સૃષ્ટિમાં ભગવાન બ્રહ્માજી ના ચાર સંતાન નો વાસ થયો.

ત્યારે ચારેય સંતાનો એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર પ્રાર્થના કરી કે અમારા જીવનનો ઉદ્દેશ્ય આપ પ્રભુ આપો ત્યારે બ્રહ્માજી ના જ્યેષ્ટ પુત્ર તરીકે ઋષિઓ અને બ્રાહ્મણોએ પોતાની પાસે રહેલ શક્તિ અને શસ્ત્રો ક્ષત્રિયોને આપો તેના થી ક્ષત્રિયો શક્તિવાન બને અને ત્રિદેવે પણ આર્શીવાદ આપ્યા. બ્રાહ્મણોને ત્રણેય પોતાના નાના ભાઈઓ ને ભાઈઓ ના બાળકોને, ભાઈઓ ના પરિવાર ને જ્ઞાન, ધર્મ, શિક્ષણ અને કર્મ થી શ્રેષ્ટ માનવ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી અને કોઈ ભાઈઓના કોઈ કર્મ પ્રાશ્ચિત કરે તો બ્રાહ્મણોએ પોતાના સત્કર્મ થી તેમને ધર્મમય બનાવવા, પવિત્ર બનાવવા, ત્રણેય ભાઈઓનું જીવન સુખમય બને જીવનમાં શાંતિ ને સંસ્કાર સ્થપાયેલ રહે તેવા કાર્ય કરવા, ક્ષત્રિયોને ધર્મની રક્ષા કરવી અશુરી શક્તિઓ થી ત્રણેય ભાઈઓ નું રક્ષણ કરવું, ધર્મના પહેરેદાર તરીકે પોતાના જીવન માં પણ ચુસ્ત પાલન કરવું અને રાજસત્તાને સેવક બની સંભાળવું સંસારમાં મળેલી સર્વ શક્તિઓ જનકલ્યાણ માટે સદુપયોગ કરવો, સૃષ્ટિની સર્વ સંપત્તિ વહીવટ કર્તા ક્ષત્રિયોને સોંપવામાં આવી. વૈશ્યને સંસાર ના સર્વે માનવને જરૂરિયાત આવશ્યકતા મુજબ તે વસ્તુનું આદાન-પ્રદાન કરવાની જવાબદારી સોંપી. શુદ્રને આ સૃષ્ટિની પ્રાકૃતિક સંપદા સોંપી, સંસાર ના સર્વે લોકો ની જરૂયાત ની ફળ-ફળાદિ, અનાજ આ સૃષ્ટિના લોકો ને પુરૂ કરવાની જવાબદારી સોંપી.

ચારેય ભાઈઓને એકબીજા ના શુભ ચિંતક બનાવી પોતાની આવકનો ૧૦% રાજકોષમાં આપવા બાકી નું ધન પોતાના જીવનનિર્વાહ કરતા બચે તે જનકલ્યાણ, ધર્મકલ્યાણ અર્થે ખર્ચ કરવું. ચાર માંથી એક પણ ભાઈએ ધન સંગ્રહ કરવો નહીં. સદા ધર્મકાર્ય, સૃષ્ટિકલ્યાણ, જનકલ્યાણ કરી તેને કમાયેલા કર્મનો તેમને મેળવેલ પુણ્યનો દસમો ભાગ દશાંશ હોમ કરી સર્વે દેવતાઓ ને શક્તિ માટે આપવો. તેને આપણે સર્વે સનાતન ધર્મનું નામ આપ્યું સર્વ માનવ જાતિના સત્કર્મના ફળ થી બ્રહ્મણ કુળમાંથી દેવ સ્વરૂપ પામનાર નવગ્રહ દેવતા, સર્વે નક્ષત્રઃ દેવતા ની શક્તિ માનવોએ આપેલ ૧૦% શક્તિઓ થી ઉર્જાવાન રહેશે. આ ધર્મ, નીતિ, નિયમ આપણા ચારેય ભાઈઓને જીવન સાથે અર્પિત કરવામાં આવ્યું એટલે બ્રાહ્મણો સર્વ હિન્દુ સનાતન ધર્મમાં મોટા ભાઈ ની ભૂમિકામાં હોઈ ત્રિદેવે સોંપેલી જવાબદારી આદિકાળથી અમારા પૂર્વજો નિભાવતા આવ્યા છે તો બ્રહ્મસમાજે તે નિર્ણય કર્યો કે આ કાર્ય કરવા માટે આપણે સૌ સક્ષમ છીએ તો આ કાર્ય માં સર્વ હિન્દુઓ ના પિતૃઓ ની તૃપ્તિ કરીએ. સર્વે હિન્દુઓ ને પૂર્વજન્મ ના કર્મ અનુસાર કોઈપણ ગ્રહની સજા માં હોઈ તો આપણે સત્કર્મ ના માધ્યમથી ગ્રહદેવતા ની સજા માંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરીએ.

સર્વે હિન્દુ પરિવાર ને યુવા પેઢીના હૃદયમાં આદિકાળથી આપણી સંસ્કૃતિ પ્રજલિત કરીએ તેથી દરેક હિન્દુ પરિવારને જ્ઞાન, સંસ્કાર, પવિત્રતા, ને શાંતિની સ્થાપના થાય, અને આ સૃષ્ટિમાં આપણે સર્વે ત્રિદેવના વ્હાલા સંતાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ આ ભાવથી, શ્રદ્ધાથી સર્વે હિન્દુ પરિવારને આ કાર્યમાં ઘરે-ઘરે શ્રીમદ્દ ભાગવત વ્રત ધારણ કરે, કથા દરમિયાન દશાંશ હોમ આહુતિ આપવામાં આવે સાંજે ૦૫ વાગ્યે તારીખ:૦૪-૦૩ થી ૧૨-૦૩-૨૦૨૧ દરમિયાન મંત્ર આવડે તે મંત્ર બોલી ના આવડે તે હાથ જોડી પ્રાર્થના માં સમેલીત થાય તેવી સર્વે હિન્દુઓ પાસે અમારા બ્રાહ્મણ સમાજ સંગઠન ની આશા અને પ્રાર્થના છે. આપણા સર્વે ની સામુહિક પ્રાર્થના થી આજની આપણી કાલ્પનિક ઇચ્છાને ત્રિદેવે અવશ્ય પૂર્ણ કરશે તેવી અમને શ્રદ્ધા છે. સર્વે હિન્દુ ભાઈ બહેનો ને મહાદેવ હર... જય શ્રી કૃષ્ણ...