શ્રીમહામૃત્યુંજય મંત્ર ની કથા અને મહાત્મ્ય મૃત્યુલોકના હિન્દુ લોકો માટે મહાવરદાન સ્વરૂપ છે. મુરકુંડજી ઋષિ તથા સૃવુતાદેવી ના વિવાહિત જીવન દરમિયાન સંતાન સુખ ની પ્રાપ્તિ ન થતા ઋષિ દંપતી એ મહાદેવ ની કઠોર તપસ્યા કરી મહાદેવ ને પ્રસન્ન કર્યા, મહા-તેજસ્વી, મહા-જ્ઞાની વિદ્વાન પુત્ર નું વરદાન પ્રાપ્ત કર્યું, મહાદેવે તેજસ્વી પુત્રનું વરદાન આપ્યું પરંતુ તેમનુ આયુષ્ય સોળ વર્ષ નું સીમિત મળ્યું તે વરદાન થી ઋષિ ના ઘરે મહા તેજસ્વી ઋષિકુમાર નો જન્મ થયો અને તેમનું નામ માર્કંડેયજી રાખવામાં આવ્યું. તે નાની વય માં સંસાર માં રહેલી સર્વ વિધ્યામાં શ્રેષ્ટ બન્યા તેમના ગુરુ એ તેમના માતા-પિતા ને સુપ્રત કરતા કહ્યું કે આ સંસારમાં આપના બાળક જેવો તેજસ્વી કોઈ બાળક નથી આ સૃષ્ટિ માં સર્વે વિધ્યામાં સર્વે વેદો, સર્વે ઉપનિષદો, ના જ્ઞાન થી પરિપૂર્ણ થઈ ગયા છે હવે કોઈ ગુરુઓ પાસે આ થી વધુ વિધ્યા છે નહીં, આ વિધ્યાઓ અગિયાર વર્ષ ની નાની વય માં પ્રાપ્ત કરી લેનાર આ સંસાર માં પ્રથમ આપનો પુત્ર છે, આપ સંસાર માં ભાગ્યશાળી માતા-પિતા છો.
આ ગુરુ વચન સાંભળી માર્કંડેયજી ના માતા-પિતા ની આંખો માંથી અશ્રૃધારા વહેવા લાગી તે અશ્રુધારા જોઈને માર્કંડેયજી એ પ્રશ્ન કર્યો કે મારી સિદ્ધિઓ સાંભળી આપને હર્ષ થવાના બદલે દુઃખી થવાનું કારણ શુ? કૃપા કરી મને જણાવો.
ત્યારે શિવજી ના વરદાન ની વાત કરી કે અમારા વિદ્ધાન સંતાન ને થોડા સમય માં ગુમાવી દેશું એ વિચાર થી અમે દુઃખી થયા છીએ. માર્કંડેયજી એ માતા-પિતા ને વચન આપ્યું કે આપ ચિંતા ના કરો આપના આર્શીવાદ થી ગુરુકૃપા થી હું મારું આયુષ્ય પ્રાપ્ત કરી લઈશ, એમ કહી માર્કંડેયજી મહામૃનત્યુંજય મંત્ર ની રચના કરી મહાદેવ ની મંત્ર સાથે ઉપાસના શરૂ કરી દીધી.
સોળ વર્ષ ની ઉંમરે મહાદેવ ના વરદાન મુજબ ધર્મરાજ તેમનો પ્રાણ લેવા આવ્યા ત્યારે શિવાલયમાં માર્કંડેયજી મહામૃનત્યુંજય મંત્ર મહાદેવ ની ઉપાસના માં હતા. મંત્ર ના પ્રભાવ થી ધર્મરાજ એમનો જીવ લઈ શક્યા નહીં. અને મહાદેવ ની પ્રાર્થના કરી કે આપના મંત્ર ના પ્રભાવ થી હું આ જીવ લઈ શકતો નથી. ત્યારે મહાદેવજી પ્રકટ થયા અને માર્કંડેયજી એ દીર્ઘઆયુષ્ય નું યાચના કરી ત્યારે મહાદેવજી એ માર્કંડેયજી ની યાચના સ્વીકારી દીર્ઘઆયુષ્ય જીવન નું વરદાન આપ્યું ત્યારે ધર્મરાજે મહાદેવ ને પ્રાર્થના કરી આપે આપેલ આયુષ્ય પૂર્ણ થતાં દરેક જીવ ને મૃત્યુ પ્રાપ્ત થાય છે તો આપના પ્રથમ વરદાન નું ભંગ થાય છે, ત્યારે મહાદેવજી એ સુંદર વચનો થી ધર્મરાજ ભગવાન ને કહ્યું... કે મારું વરદાન એમને જે મંત્ર ની રચના કરી છે તેના કારણે એમને મૃત્યુ આપ આપી ના શક્યા તેમને ત્રણ દિવસ વીતી ગયા છે હવે મેં એમને દીર્ઘઆયુષ્ય આપતા પૂર્વ વરદાન આપોઆપ સમાપ્ત થાય છે, ત્યારે શિવજી એ માર્કંડેયજી ઋષિને બીજું વરદાન આપ્યું કે આપે રચના કરેલ તે મંત્ર ને હવે પછી આ સંસાર ને મહામૃનત્યુંજય મંત્ર તરીકે સ્થાપિત થશે તેનો અર્થ મૃત્યુ પર વિજય પામનાર મંત્ર કહેવાશે, જે લોકો આ મંત્રનો જપ કરશે તેમને અકાલ મૃત્યુ થી અકાલ મૃત્યુ સમાન રોગ થી રક્ષણ મળશે તેવું બીજું વરદાન શિવજી એ આપ્યું.
સર્વ હિન્દુ લોકો ને આ મહાન મંત્ર ની પ્રાપ્તિ થઈ સમય જતાં મહારાજ દક્ષ પ્રજાપતિ ની પુત્રીઓ ના મહાઋષિ મહર્ષિ અત્રીમુનિશ્રી તથા માતા અંશુયા ના પુત્ર ચંદ્રનારાયણ દેવ સાથે લગ્ન કરવામાં આવ્યા પરંતુ, ચંદ્રનારાયણ દેવ ની ઈચ્છા માતા રોહિણી ની સાથે લગ્ન કરવાની હતી. પરંતુ મહારાજ દક્ષ પ્રજાપતિ ની ઈચ્છા ત્રણ દીકરીઓ ને સાથે ચંદ્રનારાયણ દેવ ને પરણાવવાની શરત મુકી, અન્નઈચ્છા એ ચંદ્રનારાયણ દેવ એ શરત સ્વીકારી ને લગ્ન થયા સમય જતાં વસંત પંચમી ઉત્સવ મહારાજ દક્ષ એ કર્યું ત્યારે ત્રણેય પુત્રીઓ પિયર આવતા માતા દેવી પ્રસુતિ ને બે દીકરીઓ એ તેમના લગ્ન જીવન માં ચંદ્રનારાયણ દેવ રોહિણી ને પ્રેમ કરે છે અમે બંને લગ્ન જીવન ના પ્રેમ થી વંચિત છીએ કારણ કે... મારા પિતાશ્રી એ ચંદ્રદેવ ની ઈચ્છા વિરૃદ્ધ મુજબ અમારા લગ્ન કર્યા હતા તેની હૃદય ની વાત માતા પ્રસુતિ એ મહારાજ દક્ષ ને કરી, મહારાજ દક્ષ એ ચંદ્રનારાયણ દેવ ને સમજાવવાનો અથાગ પ્રયત્ન કર્યા કે આપે સપ્તપદી સોગંધ નું પાલન કરી મારી ત્રણેય પુત્રીઓ ને સરખો સ્નેહ આપી પતિ ધર્મ બજાવવો જોઈએ પરંતુ ચંદ્રદેવ હઠાગ્રહ રહ્યા એ મારા માટે શક્ય નથી કરણ કે... મારા રૂપ-સૌન્દર્ય સાથે રોહિણીદેવી જ શોભે એમ કહી મહારાજ દક્ષ ની વાત સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો તેમના થી મહારાજ દક્ષ ને ક્રોધ આવી જતા ચંદ્રદેવ ને કહ્યું આપને આપ ના રૂપ નું અહંકાર છે તો આપ ક્ષય રોગ-ગ્રસ્થ થાઓ તેવો શ્રાપ આપ્યો.
આ શ્રાપ થી દેવી દેવતાઓ ચિંતાતુર થયા, બધા ઋષિઓ પણ ચિંતાતુર થયા કારણ કે...ચંદ્રદેવ નવ ગ્રહ માંથી એક ગ્રહદેવતા છે તો ગ્રહમંડળ નું સંતુલન બગડે તો આ સૃષ્ટિ પણ અસંતુલિત થાય ત્યારે માતા આધ્યાશક્તિ મહારાજ દક્ષ ના ઘરે પુત્રી સતી ના રૂપ માં અવતરિત હતા તેમને સર્વ ઋષિઓ ને પ્રશ્ન કર્યો કે આ શ્રાપ નિવારણ નો કોઈ ઉપાય ખરો? ત્યારે મહર્ષિ ભર્ગુઋષિ એ માતા સતી ને કહ્યું કે માર્કંડેયજી ઋષિ શિવ ભક્ત છે અને તેમને મહામૃત્યુ સમાન રોગ સામે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાનો મંત્ર સિદ્ધ કરેલ છે તે મંત્ર સાર્વજનિક કરે અને આપણે તથા ચંદ્રદેવ તે મંત્ર નો જપ કરીએ તો આ શ્રાપ નું નિવારણ થઈ શકે મહાદેવ ની કૃપા થી, ત્યારે માતા સતી માર્કંડેયજી ઋષિ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી કે આપની પાસે મહામૃત્યુંજય મંત્ર સિદ્ધ કર્યો છે તે મંત્ર જો આપ સાર્વજનિક કરો તો ચંદ્રદેવ ને આ મહારોગ માંથી રક્ષણ થઈ શકે ત્યારે માર્કંડેયજી ઋષિ ગદગદીત સ્વર માં માતા ને હાથ જોડી આપ આધ્યાશક્તિ છો હું આપનો બાળ છું આપને પ્રાર્થના કરવાની ના હોઈ આપની ઈચ્છા તો મારા માટે આદેશ સમાન છે હું અતિ ભાગ્યશાળી છું કે મારો રચેલો મંત્ર આધ્યાશક્તિ ના મુખે થી સાર્વજનિક થાય અને આ સૃષ્ટિનું જનકલ્યાણ થાય તે મારા અહોભાગ્ય છે માતા ને વંદન કરી મહામૃત્યુંજય મંત્ર સાર્વજનિક કરવા અર્પિત કર્યો અને પ્રાર્થના કરી કે માતા આ મંત્ર નો સાર્વજનિક જપ પ્રભાસ તીર્થ માં આપના મુખે થી સાર્વજનિક થાય તેવી મારી પ્રાર્થના છે માતા સતી સાથે સર્વે ઋષિઓ,સર્વે દેવતાઓ સામુહિક ચંદ્રદેવ ને પ્રભાસ તીર્થ માં લાવી માતા સતીએ મહામૃત્યુંજય મંત્ર નો ઉચ્ચારણ કરી સાર્વજનિક કર્યો, સમુહિત દેવતાઓ, ઋષિદેવતાઓ એ પ્રભાસ તીર્થ માં જપ કરતા મહાદેવ પ્રકટ થયા માતા સતી સાથે સર્વે દેવતાઓ સર્વે ઋષિદેવતાઓ, સર્વે સતીમાતાઓ એ સ્તુતિ, આરતી, પ્રાર્થના કરી પ્રભુ મહાદેવ ને પ્રસન્ન કર્યા મહાદેવ પાસે સામુહિક યાચના કરવામાં આવી ચંદ્રદેવ ને શ્રાપ માંથી મુક્તિ અપાવો, ગ્રહમંડળ ને સંતુલિત કરી આ સૃષ્ટિ નું રક્ષણ કરો ત્યારે મહાદેવજી એ કહ્યું... ચંદ્રદેવ એ અક્ષયપાપ કર્યું છે મહારાજ દક્ષ એ ચંદ્રદેવ ને અથાગ સમજાવવા છતાં તેને પોતાના કર્મ નું જ્ઞાન હોવા છતાં મહારાજ દક્ષ ની વાત નો સ્વીકાર કરેલ નથી એટલે અક્ષયપાપ બની જતા તે શ્રાપમાંથી મુક્ત થઈ શકે નહીં, પરંતુ આપ સર્વ ના સામુહિક મહામૃત્યુંજય મંત્ર ના જપ થી મેં આપેલ વરદાન મુજબ તેમને મૃત્યુ સમાન રોગ માંથી મૃત્યુ થતા હું બચાવીશ. પંદર દિવસ ક્ષય રોગ નું પ્રમાણ ઘટતું જશે એક દિવસ પૂર્ણ ચંદ્રદેવ ના રૂપ માં તે રહેશે ફરી ક્ષય રોગ વધતો જશે તે ક્ષય રોગ થી અસંતુલિત થશે ત્યારે હું મારી જટા માં ધારણ કરી મૃત્યુ થી રક્ષણ આપીશ, આ રીતે મહામૃત્યુંજય ના પ્રભાવ થી ચંદ્રદેવ નું જીવન ટક્યું, ગ્રહમંડળ ની સંતુલિતા પણ જળવાઈ ત્યારે ફરી સર્વે દેવતાઓ,સર્વે ઋષિઓ માતા આધ્યાશક્તિ ની હાજરી માં પ્રભાસ તીર્થ થી મહાદેવે આ મંત્ર ને સાર્વજનિક તથા વધુ એક વરદાન આપ્યું આ મંત્ર ને જે લોકો સ્વહ કલ્યાણઅર્થે જપ કરશે એમનું હું કલ્યાણ કરીશ પરમાર્થ અર્થે જે લોકો જપ કરશે ત્યારે હું આ સૃષ્ટિ માં મૃત્યુ સમાન રોગો થી રક્ષણ આપીશ અને જે પરિવાર માં આ મંત્ર નો જપ થતો હશે તે પરિવાર ના લોકો ને અકાલ મૃત્યુ નહીં થાય એવું વરદાન આપી અમૃત સમાન આ સૃષ્ટિ ના લોકો ને પ્રાપ્તિ થશે. ત્યારે મહાદેવ શિવજી એ પ્રથમ જ્યોતિર્લિંગ સ્થાપિત કર્યું પ્રભાસ તીર્થ માં, અને પ્રથમ જ્યોતિર્લિંગ સર્વે હિન્દુ સમાજ ને સોમનાથ મહાદેવ ની પ્રાપ્તિ થઈ ત્યારે મહાદેવજી એ જ્યોતિર્લિંગ સ્વરૂપ માં સદા ને માટે આ સૃષ્ટિ માં બિરાજમાન રહીશ તેવું કહ્યું.
મહામૃત્યુંજય મંત્ર સાથે શિવજી નો પ્રથમ સૃષ્ટિ પર વાસ સ્થાપિત થયો શિવલિંગ ના રૂપ માં, તો આ મહા મંત્ર નો આપણે સહુ સદુપયોગ કરી હાલ કોરોના જેવી મહામારી ના કાળ માં અનેક મૃત્યુસમાન રોગો આ સૃષ્ટિ માં માનવ જાતિ ને અકાલ મૃત્યુ આપી રહ્યા છે ત્યારે આપણે સૌ મળી નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવાલય મહામૃત્યુંજય મંત્ર દશાંશ હોમ મહાયજ્ઞ નું આયોજન છે તેમાં ઓનલાઈન સંસ્કાર ટીવી તથા યૂટ્યૂબ ના માધ્યમ થી તારીખ:૦૪-૦૩-૨૦૨૧ થી શરૂ થતાં મહાયજ્ઞ માં રોજ સાંજે પાંચ વાગ્યે સામુહિક પ્રાર્થના સૂર્યનારાયણ દેવ ને કરશી કે આપ કશ્યપ ઋષિના પુત્ર છો, બ્રાહ્મણ છો, ગ્રહદેવતા છો અમે આ સૃષ્ટિ માં જ્યાં બિરાજમાન છીએ ત્યાં અમે મંત્ર સાંભળીએ અથવા તો ઉચ્ચારણ કરીએ તે મંત્ર ને આપ નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવાલય મુકામે મહાયજ્ઞ માં અમારી આહુતિ અર્પિત કરવા પ્રાર્થના છે. નવ કુંડી યજ્ઞ નું પુણ્ય થી જનકલ્યાણ અને અમારું પણ કલ્યાણ કરવા આપને પ્રાર્થના છે. તે જ રીતે વાયુદેવ ને પણ પ્રાર્થના કરી આ સૃષ્ટિ ના સમસ્ત હિન્દુઓ ને, બ્રાહ્મણોને આ મહાકાર્ય માં તારીખ:૦૪-૦૩-૨૦૨૧ થી ૧૨-૦૩-૨૦૨૧ સુધી સામુહિક હોમ માં જોડાવવા પ્રાર્થના કરવામાં આવે છે સાંજે પાંચ વાગ્યે આપણે જે સ્થળ ઉપર હોઈએ અથવા ધંધા-રોજગાર પર હોઈએ ત્યાં ૨૦ મિનિટ બધું કાર્ય ભૂલી જનકલ્યાણકારી યજ્ઞ આહુતિમાં પ.પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપર થી આહુતિ અપાવશે. તે આહુતિ માં આપણ ને મહામૃત્યુંજય મંત્ર આવડતો હોઈ તો જરૂર ઉચ્ચારણ કરી સમેલીત થઈએ અને ન આવડતો હોઈ તો હાથ જોડી પ્રાર્થના ના રૂપ માં મંત્ર સાંભળી પ્રાર્થના દ્વારા યજ્ઞમાં સમર્પિત કરીએ. અને નવ દિવસ જ્યોતિર્લિંગ નાગેશ્વર શિવાલય માં મહામૃત્યુંજય દશાંશ મહાયજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત કરીએ. તેવા સર્વે સહભાગી બનીએ તેવી સર્વ હિન્દુઓ ને સમસ્ત બ્રાહ્મણ સંગઠન / શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર આપ સૌ ને મહાકાર્ય માં જોડાવવા અપીલ કરીએ છીએ. સર્વે હિન્દુઓ તથા બ્રાહ્મણો ને મહાદેવ હર... જય શ્રી કૃષ્ણ...
નોંધ:- આ કાર્યક્રમમાં જોડાઈ રોજ નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવાલય મહાદેવના સાનિધ્યમાં નવ-કુંડી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરીએ, તો નવ દિવસમાં ૮૧ યજ્ઞ જ્યોતિર્લિંગ શિવાલયમાં કરવાનું પુણ્યનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.